1991 થી 2015 સુધી ની પરીક્ષા માં પૂછાયેલા પ્રશ્નો (લેન્સ ને લગતા)

લેન્સમાં મુખ્ય અક્ષને સમાંતર આપાત થતાં કિરણો વક્રીભવન પામી કોઈ બિંદુએ કેન્દ્રિત થતાં હોય અથવા તેવો આભાસ થાય, તે બિંદુને તે લેન્સનું શું કહે છે ?
વક્રતાકેન્દ્ર
કેન્દ્રલંબાઈ
મુખ્ય કેન્દ્ર
ઑપ્ટિકલ સેન્ટર
લેન્સના ઑપ્ટિકલ સેન્ટરથી વક્રતાકેન્દ્ર સુધીના અંતરને લેન્સનું શું કહેવામાં આવે છે ?
મુખ્ય કેન્દ્ર
મુખ્ય અક્ષ
કેન્દ્રલંબાઈ
વક્રતાત્રિજ્યા
બહિર્ગોળ લેન્સ સામે વસ્તુને 2Fથી દૂર મૂકતાં તેનું પ્રતિબિંબ કેવું મળે છે ?
આભાસી અને નાનું
વાસ્તવિક અને નાનું
વાસ્તવિક અને મોટું
આભાસી અને મોટું
બહિર્ગોળ લેન્સ અને અન્ય સ્થાનિક સામગ્રીના ઉપયોગથી નીચેનામાંથી કઇ વસ્તુ બનાવી શકાય છે ?
ટેલિસ્કોપ, એપિસ્કોપ, દૂરબીન - બધી
દૂરબીન
ટેલિસ્કોપ
એપિસ્કોપ
બહિર્ગોળ લેન્સ સામે વસ્તુને ક્યાં મૂકવામાં આવે, તો તેનું પ્રતિબિંબ વાસ્તવિક અને મોટું મળે છે ?
2F થી દૂર
F અને P વચ્ચે
F અને 2F વચ્ચે
2F પર
બહિર્ગોળ લેન્સ સામે વસ્તુને ક્યાં મૂકવામાં આવે, તો તેનું પ્રતિબિંબ આભાસી મળે છે ?
F અને 2F વચ્ચે
2F થી દૂર
2F પર
F અને P વચ્ચે
બહિર્ગોળ લેન્સ વડે કેવું પ્રતિબિંબ મેળવી શકાતું નથી ?
વાસ્તવિક અને મોટું
આભાસી અને નાનું
આભાસી અને મોટું
વાસ્તવિક અને નાનું
અંતર્ગોળ લેન્સ વડે મળતું પ્રતિબિંબ કેવા પ્રકારનું હોય છે ?
આભાસી, ચત્તું અને મોટું
આભાસી, ચત્તું અને નાનું
વાસ્તવિક, ઊલટું અને નાનું
વાસ્તવિક, ઊલટું અને મોટું
જે લેન્સની બંને સપાટી અંદરની તરફ વક્રાકાર હોય, તેવા લેન્સને શું કહેવાય ?
અંતર્ગોળ લેન્સ
બહિર્મુખ લેન્સ
અંતર્મુખ લેન્સ
બહિર્ગોળ લેન્સ
ગુરુ દ્રષ્ટિની ખામી દૂર કરવાના ચશ્માંમાં શાનો ઉપયોગ થાય છે ?
બહિર્ગોળ લેન્સ
અંતર્મુખ લેન્સ
અંતર્ગોળ લેન્સ
બહિર્મુખ લેન્સ
લેન્સના મુખ્ય અક્ષ પર આવેલા લેન્સના કેન્દ્રને લેન્સનું શું કહે છે ?
મુખ્ય કેન્દ્ર
વક્રતાકેન્દ્ર
મુખ્ય અક્ષ
ઑપ્ટિકલ સેન્ટર
જે લેન્સની બંને સપાટી બહારની બાજુ ઊપસેલી હોય, તેવા લેન્સને શું કહેવાય ?
બહિર્ગોળ લેન્સ
અંતર્ગોળ લેન્સ
બહિર્મુખ લેન્સ
અંતર્મુખ લેન્સ
લેન્સનાં બે વક્રતાકેન્દ્રોમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને લેન્સનું શું કહે છે ?
વક્રતાકેન્દ્ર
મુખ્ય અક્ષ
મુખ્ય કેન્દ્ર
ઑપ્ટિકલ સેન્ટર
લેન્સના ઑપ્ટિકલ સેન્ટર અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને લેન્સનું શું કહેવામાં આવે છે ?
કેન્દ્રલંબાઈ
મુખ્ય અક્ષ
વક્રતાત્રિજ્યા
વક્રતા કેન્દ્ર
બહિર્ગોળ લેન્સમાં મુખ્ય અક્ષને સમાંતર આપાત થતાં કિરણો વક્રિભવન પામી કયા બિંદુમાંથી પસાર થાય છે ?
ઑપ્ટિકલ સેન્ટર
વક્રતાકેન્દ્ર
મુખ્ય કેન્દ્ર
મુખ્ય અક્ષ પરના ગમે તે બિંદુ
કયા સાધન વડે દૂરની વસ્તુ નજીક અને સ્પષ્ટ જોઇ શકાય છે ?
ટેલિસ્કોપ
સૂક્ષ્મદર્શક
એપિસ્કોપ
વિપુલદર્શક
બહિર્ગોળ લેન્સ સામે વસ્તુને 2Fથી દૂર મૂકતાં તેનું પ્રતિબિંબ ક્યાં મળે છે ?
2F થી દૂર
F અને 2F વચ્ચે
2F પર
F પર
લેન્સની વક્રસપાટી જે બે ગોળાના ભાગરૂપે હોય, તે ગોળાના કેન્દ્રને લેન્સ માટે શું કહેવાય ?
મુખ્ય કેન્દ્ર
ઑપ્ટિકલ સેન્ટર
મુખ્ય અક્ષ
વક્રતાકેન્દ્ર
અંતર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર વિશે શું સાચું છે ?
મુખ્ય કેન્દ્ર વાસ્તવિક હોય છે.
મુખ્ય કેન્દ્ર આભાસી હોય છે.
એક જ મુખ્ય કેન્દ્ર હોય છે.
મુખ્ય કેન્દ્ર હોતું નથી.
લઘુદ્રષ્ટિની ખામી દૂર કરવાના ચશ્માંમાં શાનો ઉપયોગ થાય છે ?
બહિર્મુખ લેન્સ
બહિર્ગોળ લેન્સ
અંતર્ગોળ લેન્સ
અંતર્મુખ લેન્સ
0
{"name":"1991 થી 2015 સુધી ની પરીક્ષા માં પૂછાયેલા પ્રશ્નો (લેન્સ ને લગતા)", "url":"https://www.quiz-maker.com/Q65V5TZ","txt":"લેન્સમાં મુખ્ય અક્ષને સમાંતર આપાત થતાં કિરણો વક્રીભવન પામી કોઈ બિંદુએ કેન્દ્રિત થતાં હોય અથવા તેવો આભાસ થાય, તે બિંદુને તે લેન્સનું શું કહે છે ?, લેન્સના ઑપ્ટિકલ સેન્ટરથી વક્રતાકેન્દ્ર સુધીના અંતરને લેન્સનું શું કહેવામાં આવે છે ?, બહિર્ગોળ લેન્સ સામે વસ્તુને 2Fથી દૂર મૂકતાં તેનું પ્રતિબિંબ કેવું મળે છે ?","img":"https://www.quiz-maker.com/3012/images/ogquiz.png"}
Powered by: Quiz Maker